स्वागत है आप सभी का ब्लॉगोत्सव-२०१४ में 


गुजराती भारत की एक भाषा है जो गुजरात प्रान्त में बोली जाती है। गुजराती साहित्य भारतीय भाषाओ के सबसे अधिक समृद्ध साहित्य में से है।
तो आज हम इस भाषा का आनंद लेंगे गुजराती लेखिका नीता कोटेचा " नित्या" के सौजन्य से-

સ્વાતંત્ર દિવસ 
(गुजराती में)

સમી સાંજનુ વાતાવરણ એટલે મારો પ્રિય સમય, ગુલાબી ગુલાબી આકાશ મારા પપ્પાની યાદ મને દેવડાવતુ. મારા પપ્પાને પણ આ સમય બહૂ જ ગમતો. હું મારા પપ્પા સાથે વધારે રહેતી એટલે એમની અને

મારી પસંદ પણ બહૂ મળતી આવતી . અંધારૂ એમને બિલ્કુલ ન ગમતુ. એ હંમેશ કહેતા કે દિવસનાં સુરજ આકાશ ન જોવા દે અને રાત્રે ચાંદ, પણ આની ફરીયાદ કરવી કોને ? આતો નિયતી છે, સાવર અને રાત ની વચ્ચે નો સમય એટલે સાંજ અને એ સમય મારો એ સમયમાં મને કોઇ હેરાન પણ ન કરે બધુ કામ પતાવીને આ સમય હુ ફ્કત મારી માટે રાખતી . ,

  આજે પણ બાલ્કનીમાં આરામ ખુરશી નાંખીને બેઠી હતી . આરામ ખુરશી નો એક ફાયદો એ કે એની સીટ તમે ઢાળી ને બેસો એટલે નજર પોતે ફક્ત આકાશ તરફ રહેતી. રોજની જેમ આજે પણ હું એ ખુશનુમા વાતાવરણને મારા હ્રદયમાં ભરતી હતી ત્યાં નીચેથી કોઇકનો જોર જોર થી બોલવાનો અવાજ આવ્યો. અવાજ સ્ત્રીનો હતો અને એ અવાજ હર ક્ષણે વધારે ઉગ્ર થતો જતો હતો, હવે જીવ ત્યા ગયો . ઉભી થઈ , નીચે જોયુ તો પહેલા માળાની બાલ્કની માં જમનામા પોતાની વ્હીલ્ચેર માં બેઠા હતા. અને એમની વહુ એમના પર બહુ જોર જોર થી ગુસ્સો કરતી હતી કે " કેટલા દિવસ તમારી ગંદકી સાફ કરવાની હે મારે ? હવે જલ્દી ઉપર જાવો અને મારી જાન છોડો . 

 જમનામા એકદમ ચુપચાપ સાંભળતા હતા, એમની પાસે બીજો કોઇ રસ્તો પણ ન હતો.. તેઓ હવે પરવશ હતા. એકવાર તો મને એમ થયુ કે હુ જમનામા ને મારા ઘરે લઈ આવુ પણ મે વિચાર્યુ કે હમણા એમની વહુ બહુ ગુસ્સામા હે હમણા એને છંછેડવામાં મજા નથી.થોડીવારમાં બધુ શાંત થઈ ગયુ . અને આકાશ મા અંધારૂ પણ..

  મારી તો સાંજ બગડી જ ગઈ હતી એટલે હું પણ મારુ મન શાંત કરવા ઘરની બહાર નીકળી ગઈ . મમ્મી પપ્પા હવે હયાત ન હતા , ભાઈ ભાભી અલગ રહેતા હતા, અને લગ્નજીવન મને સદ્યુ ન હતુ . તો મારે કોઇને જવાબ આપવાનો નહોતો કે ક્યા જાવ હુ ક્યારે આવીશ ? અને કોઇ રાહ જોવા વાળુ હતુ નહી, હું મારી મરજી ની માલિક હતી . 

 ઘરથી નિકળીને થોડે દૂર ગઈ ત્યા મને જમનામા નો દિકરો સુધીર મળ્યો,અમે સાથે મોટા થયા હતા.  હુ પોતાને રોકી ન શકી મે એને પૂછ્યુ " સુધીર, આ તારા ઘરમાં શું ચાલે છે ? મે મારી મમ્મી પાસેથી હંમેશ સાંભળ્યુ હતુ કે જમનામા નાં લગ્ન પછી બહૂ વર્ષે તારો જન્મ થયો હતો , અને તારા માતા પિતા એ તને બહૂ લાડ કોડ થી તને મોટો કર્યો હતો . અને આજે તારી પત્ની જમનામા ને આટલુ બોલે હે તુ એને ચુપ નથી કરાવી શક્તો ? " 

 સુધીર કંઇ બોલ્યો નહી બસ માથુ નીચે રાખીને ઉભો રહીને મારુ સાંભળતો હતો. મને સમજાઈ ગયુ કે સુધીર નું ઘરમાં કંઇ જ ચાલતુ ન હતુ . એને કહીને કંઇ જ મતલબ ન હતો. એ પણ બે મિનિટ ઉભો રહીને ચાલ્યો ગયો. થોડી વાર આંટા મારીને હું પણ ઘરે પાછી આવી.

  બીજે દિવસે ૧૫ ઓગષ્ટ હતી એટલે કે સ્વાતંત્ર દિવસ , અમારી કોલોની મા આ દિવસે બહૂ બધા પ્રોગ્રામો થાય . સૌથી પહેલો પ્રોગ્રામ હતો બધાના ભાષણ નો. ભાષણ નો પ્રોગ્રામ લોકો પહેલા કેમ રાખે એ મને શાળામાં હતી ત્યારે ખબર પડી કે જો હેલ્લે રાખે તો કોઇ સાંભળવા વાળુ બચે જ નહી . એક પછી એક ભાષણ શરૂ થયા.

  કોઇકે દેશ માટે, કોઇકે દેશની પ્રગતિ માટે, કોઇ સ્ત્રી શિક્ષણ તો  કોઇકે દીકરી બચાવો પર, બધાએ એ બધા ભાષણ પર તાળીઓ પણ પાડી. માનનીય વ્ય્કતિઓનાં ભાષણ પત્યા એટલે કોલોની નાં સેક્રેટરી એ મને જણાવ્યા વગર બધાની આભારવિધિ કરવા મંચ પરથી મારુ નામ લીધુ . 

 મને પહેલાથી કંઇ કહેવામાં આવ્યુ ન હતુ , મે કોઇ તૈયારી પણ નહોતી કરી પણ ચેલેંજ સ્વીકારવી એ મારા લોહી માં હતુ .હું ઉભી થઇ અને મંચ તરફ જવા લાગી , મને ખબર હતી કે મારે ત્યા કોઇ ભાષણ  નહોતુ આપવાનું. મારે સૌથી પહેલા બધા માનનીય વ્યકતિઓ નો આભાર માનવાનો હતો અને કોઇ પણ સામાજિક વિષય પર બોલવાનુ હતુ. અત્યાર સુધી બધા વિષય પર બોલાઇ ગયુ હતુ , હું વિચારતી હતી કે હું શું બોલુ ? ત્યાં જ મે જમનામાને જોયા. જે પોતાની બાલ્કની માં બેસીને પ્રોગ્રામ જોતા હતા. થોડા ડરેલા ઘભરાયેલા..

 મને માઇક આપવામાં આવ્યું મે બોલવાનું શરૂ કર્યું .." આજે તમે બધાએ બહૂ જ સરસ ભાષણ આપ્યાં, એક એક વાતો વિચાર કરતા કરી મુકે એવી હતી. હું આખી કોલોની તરફથી આપ સર્વેનો આભાર માનુ છુ. પણ આપણે જે વાતો સાંભળી એ વાતો મા થી બહૂ ઓછી  વાતો માં આપણે બદલાવ લાવી શકશુ અને કોઇક વાતો મા તો લાવી પણ નહી શકીયે. અને જે વાતો માં આપણે બદલાવ લાવી જ નહી શકીયે એ વાતો ની ચર્ચા કરીને સમય બગાડવો એ તો નકામી જ વાત છે ને , તો ચલો આપણે કંઇક એવુ કરીયે કે જેનાથી કોઇક નું કંઇક સારૂ થાય. 

 મારા વિચારે આજનો સૌથી મોટો મુદ્દો હે ઘરનાં વડિલો.. હું થોડા દિવસ પહેલા એક પુસ્તક વાંચી રહી હતી ત્યારે મે વાંચ્યુ કે એક સામાજિક કાર્યકર્તા એ  એક નેતા ને કહ્યુ કે તમે અમારા વ્રુધ્ધાશ્રમ નું ઉદઘાટન કરવા આવશો ? તો એ નેતા એ કહ્યુ કે  " જ્યારે વ્રુધ્ધાશ્રમ બંધ કરવુ હોય ત્યારે મને કહેજો હું ચોક્કસ તાળુ લગાવવા આવીશ . " મને એમની આ વાત જરા પણ ન ગમી. મને આજ સુધી એ નથી સમજાણુ કે વ્રુધ્ધાશ્રમ શું કામ ન ખોલવા જોઇયે ? જેના ઘરનાં દિકરા વહુ એમના માતા પિતા ને સરખી રીતે ન સંભાળી શકતા હોય એ વડિલો કેટલા હેરાન હશે એ વાત એ નેતા ને નહી ખબર હોય . આજે હું અહિંયાથી હાથ જોડીને લોકોને પ્રાર્થના કરૂ છુ કે જે બાળકો ને પોતાના માતા પિતા ભારી પડતા હોય એમને વ્રુધ્ધાશ્રમ માં મુકી આવો . એમનો જે ખર્ચઓ હશે એ  હુ આપીશ. અને એમને થોડે થોડે દિવસે મળવા પણ હુ જઇશ. જે માતા પિતા એ તમને ખોળા માં થી નીચે નથી ઉતાર્યા એમના બુઢાપા માં એમને એટલુ હેરાન ન કરો કે એમને તમને જન્મ આપવા માટે અફસોસ થાય . 

 અને એની શુભ શુરૂઆત હું આજે અહિંયા થી કરૂ છુ .જો જમનામા ની મરજી હોય તો હું એમને મારા ખોલેલા વ્રુધ્ધાશ્રમ માં મુકી આવુ. કે જેનાથી એમની આગળની જિંદગી સ્વમાન સાથે વિતે.. એમણે ડરવાની જરૂરત નથી જે એમની મરજી હશે એ જ થાશે. 

 મેદાનનું વાતાવરણ જાણે સ્મશાનની શાંતિ હોય એવુ થઈ ગયુ. બધાની નજર હવે જમનામા અને એમનાં દીકરા વહુ પર હતી. જમનામા ની વહુ મને અને જમનામા ને બહૂ જ ગુસ્સાથી જોતી હતી . પોતાની વહુ ને અણદેખ્યુ કરી ને જમનામા બાલ્કની ની ગ્રીલ પકડીને ઉભા થયા. અને જોર જોર થી તાળી વગાડવા લાગ્યાં. બધાએ એમની તાળીઓ માં એમનો સાથ આપ્યો. જમનામા એ ઇશારાથી મારી પાસે માઈક મંગાવ્યું . એમના સુધી માઈક પહોચાડવામાં આવ્યું . જમનામા એ પોતાની બુઢ્ઢી અવાજમાં કહ્યુ " દીકરી તે આજે ખરા અર્થ માં મારો સ્વાતંત્ર દિવસ  ઉજવ્યો હે . ચાલ દીકરી મારે વ્રુધ્ધાશ્રમમાં જવુ છે .

  ચારે બાજુ તાળીઓ નાં ગડગડાટ થયા. મે જોયુ જમનામા ની વહુ ની આંખોમાં થી આગ વરસતી હતી અને સુધીરની આંખોમાથિ પ્રશ્ચાતાપનાં આંસુ..  

(हिन्दी रूपान्तरण)
                                                            
स्वत्रंत दिन 
 शाम का वक्त  मतलब मेरा सबसे प्रिय वक्त । . गुलाबी आकाश मुझे मेरे पापा की याद दिलाता था।  ये वक्त उनको भी बहुत ही पसंद था। वो भी शाम होते ही घर की छत पर जा के बैठते और बस आसमान को निहारते रहते थे। अंधेरा  उनको बिलकुल पसंद नहीं था।  वो कहते थे की दिन में सूरज आसमान देखने नहीं देता और रात को चाँद। पर इस बात की किस से शिकायत करे, ये तो नियति है ....दिन और रात का मिलन तो तय है | 


पापा के साथ मेरा वक्त ज्यादा बीतता  था शायद इसलिए उनकी पसंद और मेरी पसंद बहुत मिलती जुलती थी। . ये दिन और रात के बीच का वक्त मतलब शाम, ये वक्त मैं किसी के भी साथ नहीं बिताती थी और ना ही मुझे इस वक्त पर कोई परेशान करता था  |

 और अकेलापन मेरी नियति था और आज भी मैं, घर की छत पे आराम कुर्सी को लंबा करके आधी सोई हुई हालत में बैठी थी और बस खुली आँखों से खाली से आसमान को निहार रही थी।  बस ये शाम अभी रात में तब्दील हो जाने वाली थी ये मुझे पता था. इसलिए मैं इस वक्त को जैसे दिल में भरने की कोशिश में मैं  लगी रहती थी। 
  
तभी ही नीचे से किसी घर में से जोर जोर से चीखने चिल्लाने की आवाज़ें आई। बहुत देर तक चिल्लाने की आवाज़े बंद नहीं हुई तो मुझे मेरी जगह से उठना ही पड़ा क्योकि आवाज हर पल बढ़ती जा रही थी जो अब मुझ से सहन नहीं हो रही थी |मैंने मेरी छत से ही नीचे की ओर झांक के देखा तो पहले माले की गैलरी में जमना माँ अपनी व्हील चीयर पर बैठी हुई थी और उसकी बहु उस पर चिल्ला और गुस्सा कर रही थी और बोल रही थी " कितने दिनों तक यूं कि अधमरी जी ज़िंदा रहेगी ,कितने वक्त मुझे तेरी ये गंदगी यूं ही साफ करनी होगी, अब जाओ ऊपर और मेरी जान छोड़ो''|

जमना माँ  के पास चुप रहने के अलावा कोई रास्ता नहीं था क्योंकि वो अपनी अपाहिजता को लेकर बेहद मजबूर थी . एकबार तो मुझे इच्छा हुई की जमना माँ को मैं अपनी ही घर ले आऊँ।  पर मैंने सोचा अभी उनकी बहु बहुत गुस्से में है तो शायद अभी चुप रहने में ही भलाई   है. थोड़ी देर के बाद सब शांत हो गया. और आसमान में भी अंधेरा हो गया था. 

मेरी तो शाम  बिगड़ ही गई थी इसी लिए अपना मन शांत करने के लिए मैं भी अपने घर से बाहर निकल आई थी |मेरी मम्मी और पापा तो अब थे नहीं , भाई भाभी अलग रहते थे और मुझे मेरी शादीशुदा जिंदगी मुझे रास नहीं आई।  तो मुझे किसीको जवाब देना नहीं था कि मैं कहाँ जा रही हूँ और कितने बजे वापिस आऊँगी और यहाँ मेरा था कौन जो मेरा इंतज़ार करता |मैं अपनी मर्ज़ी की खुद मालिक थी |

 घर से निकल कर बस थोड़ी देर चली ही थी कि मुझे जमना माँ का बेटा सुधीर  मिला ।  हम बचपन से साथ में बड़े हुए थे। उसे देख कर मैं खुद को रोक नहीं पाई और मैंने उसे रोक कर पूछा " सुधीर क्या चल रहा है तुम्हारे घर में ?मेरी मम्मी मुझे बताती रहती थी कि  जमाना माँ की शादी के कितने सालों के बाद तुम्हारा जन्म हुआ था और कितने लाड़-प्यार से तुम्हें तुम्हारे माता पिता ने बड़ा किया।  तुम्हे जिंदगी में कभी कोई कमी नहीं आने दी और आज तुम्हारी पत्नी रोज जमना माँ पे इतना गुस्सा करती है और तुम उसे चुप नहीं करवा सकते हो। कैसे बेटे हो तुम ? मुझे तुम्हें अपना दोस्त कहने में भी शर्म आती है। .

 मेरी किसी भी बात का सुधीर ने कुछ भी जवाब नहीं दिया. बस नज़रे झुकाए खड़ा रहा. मैं समझ  गई कि घर में सुधीर की किसी बात की कोई सुनवाई नहीं है इसी लिए अब सुधीर से कोई बात करने का कोई मतलब ही नहीं था | मैं कुछ देर जड़ वही खड़ी रही और वो मेरे ही आगे से सर झुका कर अपने घर की ओर बढ़ गया |

मैं थोड़ी देर टहल के घर वापस आ गई। दूसरे दिन १५ अगस्त था यानि स्वतन्त्रता दिवस और इसी के चलते हमारी  कॉलोनी में पूरे  दिन प्रोग्राम चलता था |  सबसे पहला प्रोग्राम था की कॉलोनी के सबसे बड़े और माननीय लोगों का भाषण | ये भाषण सबसे पहले क्यों रखते हैं वो मै  जब स्कूल में थी तब पता चला कि अगर सबके भाषण  आखिर में रखेंगे तो  सुनने के लिए कोई बैठेगा ही नहीं। थोड़ी ही देर के बाद एक के बाद एक भाषण शुरू हुए |

किसी ने  देश के लिए, किसी ने देश की प्रगति के लिए, किसी ने बेटी बचाओ पे, या किसी ने स्त्री शिक्षण पर भाषण दिए| सब ने हर भाषण पर बहुत तालियाँ बजाई। माननीय लोगों के भाषण के बाद,आभार व्यक्त करने के लिए कालोनी   के सेक्रेटरी ने बिना बताए मेरा नाम मंच से घोषित कर दिया |

मुझे पहले से कुछ बताया नहीं गया था, मैंने कुछ तैयारी भी की नहीं थी।  पर चेलेंज को स्वीकार करना मेरे खून में था। मैं खड़ी  हुई और मंच की तरफ बढ़ने लगी।  बस मुझे ये पता था की मुझे कोई भाषण नहीं देना है, पहले मुझे सब आने वालों को धन्यवाद के साथ आभार कहना था औ उसके बाद किसी भी सामाजिक विषय पर बोलना था, अब तक सभी विषयों पर प्रकाश डाला जा चुका था |  मै चलते चलते सबको देखते हुए सोच रही थी की मैं किस विषय पर बोलूँ |तभी जमना माँ को भी व्हील चेयर पर देखा जो अपनी बालकनी से इस सारे प्रोग्राम को देख रही थी, मैं  मंच पे गई,मुझे वहाँ से अब जमना माँ साफ दिखाई दे रही थी ....कुछ डरी हुई और सहमी हुई सी | 

मुझे माइक थमा दिया गया और मैंने बोलने की शुरुआत की.....

" आज सबने बहुत अच्छे सामाजिक भाषण दिए | एक से एक विषय पर सोचने जैसी बातें कही गयी |मैं  अपनी कालोनी की तरफ से आप सब की बहुत आभारी हूँ |  पर हमने जो जो बातें  सुनी उसमें  से शायद ही हम किसी बातों की वजह से बदलाव ला सकते हैं ओर किसी बात पर बदलाव नहीं भी आएगा |और जिन जिन बातों की वजह से कोई बदलाव नहीं आएगा, उसके लिए मेरा मानना ये है कि आगे से उसका ज़िक्र ना ही किया जाए |तो क्यों ना आज ऐसा कुछ किया जाए जिस से बदलाव जल्दी और बहुत जल्दी आए |

मेरे विचार  से आज का सबसे बड़ा सोचने का मुद्दा है घर के बुजुर्ग। मैं अभी कुछ वक़्त पहले ही एक पुस्तक पढ़ थी उसमें लिखा था कि किसी व्यक्ति ने एक नेता को कहा कि....'क्या आप हमारे वृद्धाश्रम का उद्घाटन करने के लिए आओगे ? 
तो उन्होंने जवाब दिया कि 'जब वृद्धाश्रम बंद करना हो  तब मुझे बुलाना...मैं ताला लगाने जरूर आऊँगा " 
पर मुझे उनकी ये बात बिलकुल अच्छी नहीं लगी क्यों कि मुझे आज तक ये समझ नहीं आया कि हमें वृद्धाश्रम क्यों नहीं खोलने चाहिए ? जिनके घरो में बेटे-बहू, बुजुर्गो को ठीक से संभाल नहीं पाते वो बुजुर्ग कितने परेशान रहते हैं....ये बात शायद उस नेता को पता नहीं होगी. . और आज मैं यहाँ सबके सामने उन बहू-बेटों से कहती हूँ कि अगर आप लोग अपने घर के बुजुर्गो को सँभालने की ताकत नहीं रखते तो मेहरबानी करके उनको वृद्धाश्रम में छोड़ आइए,वहाँ उनका जो खर्चा होगा वो मैं दूँगी |

उनको थोड़े थोड़े दिनों में मिलने भी जाऊँगी, वक़्त दूँगी उन्हें, पर आप सब से  मेरी हाथ जोड़ के विनती है कि जैसे  माँ-बाप ने अपने बच्चों को संभालने के लिए कभी अपनी गोद से नीचे नहीं उतारा, आपको जिंदगी की हर चोट से बचाते आए हैं , प्लीज़ उनके बुढ़ापे में उनको इतना परेशान मत करो की उन्हें आप लोगों को जन्म देने पर ही अफसोस होने लगे |

ओर इस काम की शुभ शुरुआत मैं आज ही करती हूँ | अगर जमना माँ की इच्छा हो तो मैं उनको अपने खोले वृद्धाश्रम में दाखिल करवा के आ सकती हूँ ताकि इनकी आगे की जिंदगी शांति से बसर हो और इसके लिए उन्हें किसी से  डरने की भी जरुरत भी नहीं है । बस उनकी जो मर्जी होगी वो ही होगा और इनका  पूरा खर्चा मैं उठाऊँगी |वक़्त वक़्त पर उनसे मिलने भी जाऊँगी और इनकी सेवा भी करूँगी|

मैदान में बैठे सारे लोगो की नजर अब जमना माँ और उनके बहू-बेटे पर थी,  सबको पता था उनकी बहू बहुत ही गुस्से वाली थी  अब इस बात को लेके वो क्या करेगी, ये किसी को पता नहीं था | पूरे  मैदान में बस जैसे श्मशान सी चुप्पी फैल गयी । कोई कुछ बोल नहीं रहा था...सब खामोश थे।   जमना माँ की बहू मुझे और जमना माँ को बहुत ही गुस्से से देख रही थी।अपनी बहू को अनदेखा कर, जमना माँ धीरे से ...बालकनी की ग्रिल का सहारा लेकर खड़ी हुई और उन्होने खड़े होते ही ज़ोर-ज़ोर से तालियाँ बजाना शुरू कर दिया | फिर सबने उनकी तालियों में उनका साथ दिया. जमना माँ ने इशारे से मेरे पास से माइक मंगवाया।  उन तक माइक पहुंचाया गया. 
तभी जमना माँ ने अपनी बुढ्ढी काया और लड़खड़ाती  आवाज में कहा " बेटी आज तुमने मेरा स्वतंत्र  दिन मनाया है ,  जल्दी से मुझे ले चल. मुझे वृद्धाश्रम जाना है।  

चारों तरफ जोर जोर से तालियाँ बजी और मैंने देखा जमना माँ की बहू की आँखें आग बरसा रही थी और सुधीर की आँखों से पश्चाताप के आँसू बह रहे थे। 

अनुवाद .........अंजु चौधरी अनु 

लेखिका.. नीता कोटेचा "नित्या"

 દીકરાની ઇચ્છા..
(गुजराती में )

" ના હમીદ , આજે આપણે જમવા નહી જઈ શકીયે, આજે પણ પાવ વડુ ખાઇ લે..બેટા આજે પૈસા ઓછા છે બેટા.

" દાદીજાન , કેટલા દિવસ આમ થોડુ થોડુ ખાઇને ચલાવવાનુ છે ? મને આ પાવ વડા નથી ભાવતા. કેટલા દિવસથી ચીકન નથી ખાધુ. એક તો આ હોસ્પિટલની કેનટિન કેટલી સરસ છે , કેટલુ સરસ મજાનુ જમવાનું મળે છે મને ત્યાં જમાડો ને દાદીજાન્.."

   સલમા પોતાના આંસુ છુપાવીને બોલી " હમીદ ,  બસ હવે થોડ દિવસ, અમ્મીને ઘરે લઈ જશુ ને એટલે તને સરસ જમવાનું જમાડીશ . "

 સલમા, હમીદ ને કેવી રીતે સમજાવે કે એ નાના બાળકની અમ્મી ને કેન્સર હતુ, સામે પથારીમા એ સુતી હતી , કેટલાયે ટ્રસ્ટો કેટલીયે મદદ કરતા હતા પણ પૈસા ઓછા જ પડતા હતા. 

સલમાનો દીકરો રિક્ષા ચલાવતો હતો. કેટલી શાંતિની જિંદગી જીવતા હતા. ત્યાં એક દિવસ અચાનક ખબર પડી કે શમશાદ ને કેન્સર આવ્યું હતુ. અને એ પણ લાસ્ટ સ્ટેજ કેન્સર , તરત જ હોસ્પિટલમાં દાકહલ કરવામાં આવી. બસ એ દિવસ થી જાણે જિંદગી બદલાઈ ગઈ હતી , એ દિવસથી જાણે હોસ્પિટલ જ એમનું ઘર બની ગયુ હતુ . શમશાદની અમ્મી નહોતી એટલે સલમા જ એની અમ્મી અને સાસુ બંને હતી . દીકરો રાત દીવસ રિક્ષા ચલાવતો હતો કેિલાજ માટે વધારે પૈસા ભેગા કરી શકે. સલમા જાણતી હતી કે શમશાદ 

બહૂ ઓછા દિવસની મહેમાન છે પણ દીકરાને કેવી રીતે કહે કે જેની માટે તુ આટલી મહેનત કરે છે એ તો નથી રહેવાની ક્યાંક તુ પણ બીમાર ન પડતો.. જાણે બધાનાં મોઢે તાળા લાગી ગયા હતા.

   હમીદને એની અમ્મી પાસે જવાની મનાઈ હતી . શમશાદ હમીદને ગળે લગાવવા માટે બહૂ બેચેન હતી પણ હોસ્પિટલનાં નિયમો પાસે એ લાચાર હતી. આકહ્રે એક દિવસ સલમા એ ડોકટરને કહ્યુ કે 
 એક મરતી મા ને એના દીકરાને દૂરથી તો જોવા દ્યો.  પછી હમીદને હોસ્પિટલમાં આવવાની છુટ આપી . સલમાને એમ જ થાતુ હતુ કે બસ મરતી મા નાં આત્માને શાંતિ મળી જાય. કદાચ દીકરાને
જોઇને એની જીવવાની શક્તિ વધી જાય.

  સવાર સાંજ હોસ્પિટલમાં હાજરી આપી આપી ને સલમા પણ થાકી ગઈ હતી થાક એના ચહેરા પર દેખાતો હતો. પણ એ ચહેરાનો થાક છુપાવામાં પણ હોંશિયાર હતી. એના હ્રદયમાં થી એક જ દુઆ 
નીકળતી હતી કે " યા અલ્લાહ હમીદની અમ્મી ને બચાવી લ્યો. "કારણ સલમાને ખબર હતી કે એક સગી મા જેટલો પ્રેમ કોઇ ન આપી શકે. 

  સલમાને હોસ્પિટલમાં દાખલ કર્યુ ને ડોકટરે ૪૫ દિવસનો સમય આપી દીધો હતો. આજે ૨૦ દિવસ પૂરા થઈ ગયા હતા. ખબર નહી હવે કેટલા દિવસની શમશાદ પાસે જિંદગી બચી હતી .એ

ન તો ડોઅકટ્ર કહેતા હતા કે ના હી કોઇ સાંભળવા માંગતા હતા. 

  રોજ સલમા અને એનો દીકરો અસીમ દિવસો ગણતા હતા. રોજ અસીમ એક વાર એની અમ્મી પાસે બેસીને રડતો હતો . રડવુ સલમાને પણ આવતુ હતુ પણ હમણા એણે અસીમ અને હમીદ

 નો સહારો બનવાનું હતુ. સલમાને પણ ખબર હતી કે ક્યારેય પણ કંઇ પણ થઈ શકે છે. સલમા અને અસીમ બસ હવે કોઇ ચમત્કાર ની જ રાહ જોતા હતા.પણ કેન્સર એવો રોગ હતો કે એ કોઇનું
 સાંભળતુ ન હતુ. બસ એ ફક્ત જાન લઇને  જ જનારો રોગ હતો. 

  બધા ડોકટર્સનું પણ કહેવુ એક જ હતુ કે " વિજ્ઞાને આટલી પ્રગતિ કરી છે પણ આ રોગ શેનાથી શા માટે થાય છે એ અમે પણ હજી ગોતી નથી શક્યા. આ રોગ થી  બચવાનાં ઇલાજ 
પણ અમે શોધી નથી શક્યા. "

આ રોગ ની દવાઓ જ એટલી મોંગી આવતી હતી કે ગરીબો ને તો આ રોગ પણ પરવડે એમ નથી હોતો . 

 આમ જ એક રાતે મહેનત કરીને અસીમ શમશાદ પાસે બેઠો હતો તો શમશાદે કહ્યુ " શું કામ આટલી મહેનત કરો છો , ખબર જ છે ને કે હ બચવાની નથી . "
અસીમ સલમ વધારે કંઇ બોલે એ પહેલા જ બોલતો બોલતો ચાલ્યો ગયો કે " જોવ છુ તને કોણ મારાથી છીનવી ને લઈ જાય છે. "

 સલમાએ ફીક્કુ હસીને આંખો બંધ કરી લીધી .

 બીજા દિવસે સાવરની શિફ્ટ પૂરી કરીને અસીમ હોસ્પિટલમાં આવ્યો . એણે વિચાર્યુ કે અમ્મી રોજ હમીદ ને સારુ ખાવા માટે બહાના આપીને ફોસલાવતી હોય છે, 
તો ચલ આજે હું જ હમીદ માટે કંઇક લઈને જાવ. 

અસીમ જેવો કેન્ટિનમાં ગયો . સામે જ ના ટેબલ પર સલમા અનશમીદ બંને બેઠા હતા. હમીદ ની પ્લેટ માં ચીકન સેન્ડવીચ હતી અને હમીદ પ્રેમ થી એ ખાતો હતો. અસીમને જોઇને એ તરત્
 બોલ્યો " જુવો અબ્બાજાન આજે દાદીજાને મારી ઇચ્છા પૂરી કરી , આજે અમ્મી ને પણ ઘરે લઈ જવાના છે એમ દાદીજાન કહે છે." 

અસીમે એક જ જટકા થી એની અમ્મી સામે જોયુ, અમ્મી ની આંખો  માં થી અશ્રુ વહેતા હતા. 
અસીમ વિચારવા લાગ્યો કે આજે શમશાદ ખુશ હશે કે આજે એના દીકરાની ઇચ્છા પૂરી થઈ હતી.. ભલે એનાં જવા પછી એ ઇચ્છા પૂરી થઈ.. 


बेटे की ख़्वाहिश
(हिन्दी रूपान्तरण)

" नही हमीद , आज हम खाना खाने नही जायेंगे. आज भी तुम वडा-पाव खा लो.. आज पैसे कम है बेटा. .."
" दादीजान , ओर कितने दिन हमें इस तरह कम कम खाना है.. अब मुझ से भूखा नहीं रहा जाता. कितने दिन से चिकन नहीं खाया. यहाँ की केंटीन में देखो ना कितना अच्छा खाना मिलता है |
 सलमा अपने आँसुओं को छिपा कर बोली ः हमीद बस अब थोडे दिन ओर बेटा , अम्मी को घर ले जायेंगे फिर हम सब वापस अच्छा खाना खायेंगे "
सलमा को समझ नही आ रहा था कि वो हमीद को कैसे समझाए कि उसकी अम्मी को कैंसर था और उसके इलाज के लिए बहुत सारे पैसे बाहर से लेने पड़ते हैं इसी लिए आज-कल घर में पैसे कम पड़ जाते थे  | 
पर उस बच्चे में इतनी समझ कहाँ से होती .....वो बस अपनी भूख को समझता था, उसे तो बस खाना चाहिए था |
 सलमा अपने वो दिन याद कर रही थी जब वो अपने परिवार के साथ सुकून की जिंदगी बसर कर रही थी |वो, उसका बेटा-बहु और उसका पोता हमीद |उसका बेटा ऑटो चलाता  था और इसी में वो सब बहुत खुश थे |और एक दिन अचानक पता चलता है कि उसकी बहु शमशाद को कैंसर है और वो भी लास्ट स्टेज पे |बहु को तुरन्त इलाज  के लिए हॉस्पिटल में दाखिल करवाया गया | 
उस दिन से आज तक जैसे होस्पिटल ही घर बन गया है.. शमशाद की अम्मी नहीं थी | 
तो वो ही उसकी सास और माँ भी थी.. बेटा दिन रात ऑटो चलाता था कि इतने  पैसे इकट्ठे हो जाए कि वो अपनी बीबी का अच्छे से इलाज करवा सके पर सलमा दिल मे जानती थी की शमशाद अब कुछ ही दिनो की मेहमान है  पर वो बेटे को कैसे कहे कि इतनी मेहनत मत करो जिस से की तुम खुद बीमार हो जाओ...... ....ना चाहते हुए भी जैसे सब की जुबान पे ताले लग गये थे. 
 हमीद को शमशाद के पास जाने की मनाई थी , शमशाद हमीद को गले से लगाने को तरस सी गई थी. पर हॉस्पिटल के नियमो के आगे सब बेबस थे |हॉस्पिटल के नियमों को ताक पर रखते हुए सलमा ने एक दिन डॉक्टर से कहा कि मरती हुई माँ को उसके बेटे को जी भर के देख लेने दो ....शायद उसकी आत्मा को कुछ तसल्ली मिल जाए|शायद जिंदगी के आखिरी पलों में उस माँ के दिल में जीने की चाहत बनी रहें|
सुबह-शाम हॉस्पिटल में हाज़री देते-देते अब सलमा भी थक चुकी थी और वो थकान उसके चेहरे पर दिखाई तो देती थी पर वो बड़ी ही सफाई से उसे छिपने का हुनर भी जानती थी |बस उसके लबों से एक ही दुआ निकलती थी कि ''ऐ खुदा !मेरे हमीद की अम्मी को बचा लो क्योंकि माँ जितना प्यार बच्चे को कोई ओर नहीं दे सकता ''|
शमशाद कि हॉस्पिटल में दाखिल करते वक़्त डॉ ने ज्यादा से ज्यादा 45 दिन का वक़्त दिया था और आज शमशाद को यहाँ आए हुए 20 दिन पूरे हो चुके थे....पता नहीं अब ओर कितने दिन की जिंदगी बची है....ये ना तो डॉ बता सकते थे और ना ही वो बताना चाह रह थे |
आज बीस दिन पूरे हो गए थे...रोज़ की तरह असमी अपनी अम्मी के पास बैठ कर दिन गिनता और अपनी मजबुरी  पर रोना नहीं भूलता था और इन दिनों सलमा अपने बेटे के साथ साथ अपने पोते हमीद को भी बखूबी संभाल रही थी | वो किसी की हिम्मत को टूटने नहीं दे रही थी, भले ही वो खुद अंदर टूट चुकी थी क्योंकि वो जानती थी कभी भी कुछ भी हो सकता है |
सलमा और असीम बस किसी चमत्कार की उम्मीद लगाए बैठे थे पर कैंसर जैसा रोग इंसानों की तो छोड़ो...ये तो खुदा की भी पुकार भी नहीं सुनता बस ये तो एक बार आया तो इंसान की जान लेके ही जाता है |
हर डॉ का भी ये ही कहना है कि 'भले ही हमारे विज्ञान ने बहुत प्रगति कर ली है पर हम आज तक ये पता नहीं कर पाये कि कैंसर कैसे और क्यों होता है? और इसका पक्का इलाज़ क्या है, ये हम डॉ भी नहीं जानते हैं |इस रोग से लड़ने और इसकी दवाइयाँ इतनी मंहगी है एक गरीब आदमी के बुते के बाहर की बात है |
 ऐसे ही एक दिन रात को जब असीम होस्पिटल पहुँचा तो  शमशाद ने उसे कमरे मे बुलाया और कहा " आप इतनी महेनत करते हो पर आपको पता है ना कि मैं अब बचने वाली नहीं हूँ............. "
............शमशाद की पूरी बात सुने बिना ही  असीम गुस्से में बुदबुदाते हुए कि 'देखता हूँ कि तुम्हें मुझ से कौन छिनता है ' कमरे से बाहर निकाल गया |
शमशाद ने एक फीकी सी मुस्कराहट के साथ अपनी आँखें बंध कर ली ..
 दूसरे  दिन सुबह की शिफ्ट खत्म करके असीम होस्पिटल मे आया, पर कमरे मे जाने से पहले  उसने सोचा कि अम्मी रोज़ अच्छे खाने के लिए  हमीद को बहलाती रहती है तो क्यों ना आज मैं ही उसके लिए कुछ खाने के लिए अच्छा से ले जाऊँ | उसे पता था कि अम्मी रोज़ उसे बस ये ही बात कहती थी कि जब तुम्हारी अम्मी ठीक हो जाएगी तब हम सब अच्छा खाना खाएँगे .....जब हम अम्मी को छुट्टी करवा कर घर ले जाएंगे... उस दिन हम घर पर ही चिकन बना कर खाएँगे '.......ये ही सोचते हुए वो केंटिन की तरफ बढ़ा |
वो केन्टिन की तरफ बढा .. केन्टिन मे जा के उसने देखा तो सामने अम्मी और हमीद एक टेबल पे बैठे थे.. हमीद की थाली मे चिकन सेंडविच था और वो उसे बहुत स्वाद से खा रहा था और अम्मी उसे अपनी भीगी आँखों से एकटक निहार रही थी |
कुछ अनहोनी के डर से वो अम्मी और हमीद के करीब गया तो हमीद उसे देखते ही चहकते हुए बोला '' अब्बा देखिए आज दादीजान ने मुझे चिकन सेंडविच खिलाया और आपको पता है आज हम अम्मी को अपने घर भी ले जा सकते हैं ''................
 असीम ने तुरंत सलमा को देखा तो सलमा की आँखों से आँसू  बहने लगे और असीम सोचने लगा कि आज तो शमशाद भी बहुत खुश होगी कि आज बहुत दिनों के बाद उसके बेटे की अच्छा खाना खाने की इच्छा भी पूरी हुई ...............भले ही हमीद की ये ख़्वाहिश  उसके जाने के बाद ही पूरी हुई थी ||


नीता कोटेचा 'नित्या'
अनुवाद .........अंजु चौधरी अनु 


લેણા  દેણી 
(गुजराती में)

 આજ કાલ કરતા રાજેશ ને કોમા માં ગયે ૪ વર્ષ થયા. આ ૪વર્ષમાં માનસી એ ફક્ત એક જ કામ કર્યું હતું અને તે હતું બસ રાજેશ ને સંભાળવાનું . ઘરની બહાર જવાનું જ માનસી એ બંધ કરી દીધું હતું બહારનાં કામ બધા એના ઘરમાં કામ કરતા ભાઈ કરી આવતા હતા.પોતા માટે એ ફક્ત બે સમય જમતી.બસ બીજો બધો સમય જાણે  રાજેશ રાજેશ ને રાજેશ જ હતું .રાજેશ ને ઈજેક્શન આપ્યું કે નહી, રાજેશ કોઈ વસ્તુ નું ઇન્ફેકશન તો નથી થયું ને  . 
  આજે પણ તે રાજેશનાં પલંગ પાસે બેઠી  હતી અને એને જોતી હતી.આજે એને એ દિવસો યાદ આવતા હતા જ્યારે તે બંને લગ્નગ્રંથી થી જોડાયા હતા. પહેલે જ દિવસે એને અનુભવ થઇ ગયો હતો કે રાજેશ એને કેટલો પ્રેમ કરે છે .લગ્ન પત્યા, બધા ઘરે આવ્યા રાજેશે સુહાગરાત માટે હોટલ બુક કરાવી હતી.થોડી વાર માં તેમને ત્યાં જવાનું હતું.ત્યાં માનસીની  નણંદ માનસી પાસે આવી અને એને પૂછ્યું " ભાભી કઈ લેશો ? "
 થાક તો એટલો બધો હતો કે ક્યારુણુ એમ થતુ હતુ કે કોઇક કોફી પીવડાવે તો કેટલુ સારુ ? પણ અહિંયા કેમ બોલાય ? એણે ના પાડી . ત્યા એની નજર રાજેશ પર પડી .. રાજેશ એને જ જોતો હતો.
રાજેશે એને ઇશારાથી કહ્યુ કે કંઇક પી લે..ને માનસીએ નજરથી જ ના પાડી . થોડી વાર થઈ ત્યા રાજેશ ઉભો થયો અને રસોડા તરફ ગયો. બધાએ મજાક પણ કરી કે દુલ્હો તે વળી શું લેવા ગયો. રાજેશ ની 
બહેન રસોડા માં જ હતી એણે હસીને પુછ્યુ " શું થયુ ભાઇ ? શું જોઇયે છે ? " 
રાજેશે કહ્યુ " ના બસ કોફી પીવાની ઇચ્છા હતી, તુ પણ કામમાં હતી તો થયુ કે હું જ બનાવી લઊ. " 
રાજેશની બહેન હસતા હસતા બહાર આવી અને માનસી પાસે જઈને ધીરે થી કહ્યુ " ભાભી હમણા તમારી માટે કોફી આવશે "
માનસી શરમાઈ ગઈ . ત્યા રાજેશ આવ્યો અને તેણે એક કપ કોફી માનસીને આપી અને કહ્યુ " મને બનાવતા આવડે નહી ને એટલે વધારે બની ગઈ. "
બધા હસવા લાગ્યાં  પણ રાજેશે કોઇની શરમ ન રાખી અને કોફી નો કપ માનસી નાં હાથમા પકડાવી દીધો. અને માનસી એ પણ આનાકાની વગર કોફી પી લીધી . થોડી વારમાં રાજેશ નાં મમ્મી એ આવીને એના મિત્રો ને કહ્યુ " હવે આ બંને ને હોટલ માં લઈ જાઓ બંને બહુ થાક્યા છે . "
માનસી ને બહુ જ શરમ આવતી હતી . પણ તેઓ હોટલમાં જવા નિકળ્યા . ત્યા પહોચીને રાજેશનાં મિત્રો થોડી વારમાં ચાલ્યા ગયા. માનસી એ બધાના ગયા પછી પહેલો સવાલ રાજેશ ને એ જ પૂછ્યો કે
" રાજેશ તને કેવી રીતે ખબર પડી કે મને ત્યારે કોફી ની સખત જરૂરત હતી. 
રાજેશે ,માનસીનો ચહેરો હાથમાં લઈને કહ્યું " આ ચહેરો હવે હું  વાંચી શકું છું  ને એટલે . " 
 અને પછી બે દિલ એક થઇ ગયા.
કેટલી નાની નાની વાતો માં રાજેશ માનસી નું ધ્યાન રાખતો હતો કે માનસી ને કોઈ તકલીફ ન પડે. પણ છેલ્લા ચાર વર્ષમાં માનસી હજારો વાર રોઈ હતી પણ રાજેશ પર એનું કોઈ અસર ન હતી.  હવે રાજેશ એને સંભાળતો ન હતો.એક દિવસ ઓફીસ થી ઘરે આવતા વખતે રોડ એકસીડન્ટ માં રાજેશ ને માથા મા લાગ્યું અને તે કોમા માં જતો રહ્યો .  બધા ડોક્ટર્સ એ કહી દીધું હતું કે રાજેશ ને હવે કદી ઠીક નહિ થાય. પણ માનસી નું મન આ વાત માનવા તૈયાર ન હતું .  રાજેશ નાં ઈલાજ માં હવે પૈસાની કમી પણ આવવા લાગી હતી. ડોક્ટર ને ઘરે બોલાવ્યા હતા પણ એને આપવા માટે ફીસ નાં પૈસા નહોતા.  કારણ બધાને ખાતરી હતી કે રાજેશ હવે ઠીક થવાનો નહોતો તો પૈસા પાછા મળશે નહી . પૈસા ભેગા ન થવાના કારણે આજે રાજેશ નો હાથ પકડીને માનસી રડી પડી અને બોલી " એક દિવસ હતો જ્યારે તું મારો ચહેરો વાંચી લેતો હતો અને આજે ઘરે ઘરે પૈસા માગવા નીકળવું પડે છે તોય તું ઉભો નથી થતો. "
અને એ જ રાત્રે રાજેશ નું અવસાન થઇ ગયું .  જાણે એણે માનસી ની વાત સાંભળી લીધી હતી અને એને રસ્તો કરી આપ્યો હતો. પણ માનસી વિચારતી હતી કે હવે શું ? હવે કેમ જિંદગી ચલાવશે, ક્યા કમાવા જશે ? કેમ ઘર ચાલશે ? 
૧૩ દિવસ સુધી રાજેશ નાં મૃત્યુ નું અફસોસ કરવા વાળાં  ઓ ની લાઈન લાગી હતી કે જેમણે એની દવાના પૈસા માટે પણ નાં પાડી દીધી હતી . અને બધા પોત પોતાની રીતે નવી નવી સલાહ પણ આપતા હતા, એમાં એક સગા એ કહ્યું કે માનસી આ ઘર વેચીને નવું નાનું ઘર લઇ લે જેનાથી પૈસા પણ બચે અને તારે કોઈ પાસે હાથ લાંબો પણ ન કરવો પડે. માનસી ને આ વાત ગમી. એણે વિચાર્યું કે હા આ જ રસ્તો બરોબર છે. પણ એમ જલ્દી કાંઈ ઘર વેચાઈ થોડી જાય છે.  દિવસો જાતા ગયા ને તકલીફો વધતી ગઈ.. 
૧૬માં દિવસે માનસી નાં પડોસી આંટી જે મરાઠી  હતા તેઓ આવ્યા , અને બોલ્યા " માનસી હું અહિયાં કોઈ અફસોસ કરવા નથી આવી.  રાજેશ ચાર વર્ષ થી કોમા માં હતો એને પણ દેખાતું હતું કે તું કેટલી તકલીફ માં જિંદગી જીવતી હતી. હવે એ તો ચાલ્યો ગયો પણ તારે તો તારી આગળની જિંદગી જીવવી જ પડશે ને .તારે એ વિષે પણ વિચારવું તો પડશે જ ને. હું અહિયાં એક વાત કરવા આવી છું.  મારો એક દીકરો છે જેને તું પણ ઓળખે છે . એની ઉમર ૫૦ ની આજુબાજુ છે . એણે લગ્ન નથી કર્યા , હું તો આજે છુ ને કાલે નથી . જરૂરત તમને બંને ને છે . તમે બંને લગ્ન કરી લ્યો તો તમારા ત્રણે ની જિંદગી સુધરી જશે .આરામથી વિચારજે પછી જવાબ આપજે . "
 આટલું કહીને આંટી ત્યાંથી ચાલ્યા ગયા . એમની આટલી સાફ, સરળ અને સાચ્ચી વાત સાંભળીને માનસી ને બહુ જ અચરજ થયું હતું પણ એ લગ્ન કેવી રીતે કરી શકે ? દુનિયાને શું જવાબ આપે ? થોડીવાર માં માનસી નો દીકરો ઘરે આવ્યો અને રડતા રડતા બોલ્યો " સ્કૂલમાં કહ્યું છે કે વર્ષની ફીસ ભરી જાઓ, નહી તો પરીક્ષામાં બેસવા નહી દઇયે ."
 માનસી એ બહુ કોશિશ કરી પણ ક્યાય થી સગવડ ન થઇ .  મનન સ્કુલમાં જવા પણ તૈયાર ના હતો. માનસી ને ખબર નહોતી પડતી કે એ શું કરે ? બીજા બે દિવસ નીકળી ગયા. 
 ત્યાં પડોસ નાં આંટી આવ્યા. એમને જોઇને એમની કહેલી બધી વાતો યાદ આવી . કારણ મનન નાં ટેન્શનમાં એ આ વાત જ ભૂલી ગઈ હતી . 
આંટી એ પૂછ્યું " બેટા કઈ વિચાર્યું ? "
માનસી એ નાં માં માથું હલાવ્યું . 
આંટી એ કહ્યું " દુનિયાની ફિકર કરતી હોય કે એ બધા શું બોલશે  તો  ભૂલી જા દુનિયા ને , કારણ તારા ઘરમાં તકલીફ હશે ત્યારે આ દુનિયા દેખાશે પણ નહી. "
અને માનસી ને આન્ટીની આ વાત સાચ્ચી લાગી.  
એણે તરત જ કહ્યું " હું તૌયાર છુ  આ લગ્ન માટે . " 
આંટી પ્રેમ થી ઉભા થયા અને માનસી નાં માથા પર હાથ ફેરવ્યો .  અને ચાલ્યા ગયા.
થોડીવારમાં કશ્યપ આવ્યો . પાંચ મિનીટ ચુપચાપ ઉભો રહ્યો અને બોલ્યો " મનન, આપણો  દીકરો ક્યાં  છે ? " મનન  આવ્યો તો કશ્યપે મનન ને કહ્યું  " ચલ મનન આપને ફરવા જશું કે ? "
મનને પ્રશ્નાર્થ નજરે માનસી સામે જોયું .  માનસી એ ઇશારાથી હા પાડી . મનને ખુશ થઇ ને કશ્યપ નો હાથ પકડી લીધો . અને બંને બહાર ચાલ્યા ગયા . લગભગ બે કલાક રહીને બંને પાછા  આવ્યાં , મનનનાં હાથ માં નવી સ્કુલ બેગ નવા પુસ્તકો અને બહુ બધા રમકડા હતા.  
મનનની આંખોમાં ખુશી હતી આ ખુશી જાણે  માનસી એ પણ પહેલી વાર જોઈ હતી . મનનની ઉમર જ શું હતી ૮ વર્ષ.  અને ૪વર્ષથી તો રાજેશ કોમા માં હતો.  ત્યાં જ મનને કહ્યું અંકલે સ્કુલની ફીસ પણ ભરી દીધી . માનસી એ કશ્યપનો આભાર માનવા ચહેરો ઉપર કર્યો તો જોયું કે ત્યાં કોઈ જ ન હતું .  માનસી ને લાગ્યું કે જાણે કશ્યપ એની માટે ભગવાન નો દૂત જ બનીને આવ્યો હતો . 
 બીજા બે દિવસ માં બંને નાં લગ્ન થઇ ગયા . હર ક્ષણ માનસી , રાજેશ ની માફી માંગતી રહી અને બોલાતી રહી કે રાજેશ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો મને માફ કરી દેજે . 
 આજે માનસીની બીજી સુહાગરાત હતી . મનન આવીને કહી ગયો " મમ્મી હું તો દાદી સાથે સુઇશ તેઓ કેટલી સરસ વાર્તા સંભળાવે છે.  થોડી વાર માં કશ્યપ રૂમ માં આવ્યો. માનસી ની આ બીજી સુહાગરાત હતી તો પણ એને ડર  લાગતો હતો. કેવી રીતે થશે આ વ્યક્તિ સાથે પ્રેમ એને સમજાતું ન હતું.  ડરેલી ગભરાયેલી એ બેઠી  હતી.  
કશ્યપ માનસી પાસે આવ્યો  તેનો હાથ પકડ્યો અને બોલ્યો " માનસી મને ખબર છે કે હજી તું રાજેશના વિચારોમાં થી બહાર નથી આવી , મેં શારીરિક  પ્રેમ માટે આ લગ્ન નથી કર્યા.  જ્યાં સુધી તમે એના વિચારો માં થી બહાર નાં આવી જાવ, આપણે  બહુ સારા મિત્રો બનીને રહેશું.  માનસી નો હાથ કશ્યપ નાં હાથ પર ચાલ્યો ગયો ને કશ્યપ નો હાથ માનસી નાં માથા પર. એ માથા પર હાથ ફેરવીને બીજી બાજુ મોઢું કરીને સુઈ ગયો. 
 માનસી અને કશ્યપના લગ્ન ને દસ દિવસ થઇ ગયા.  એક દિવસ જમવાના ટેબલ પર કશ્યપ બોલ્યો " મમ્મી ચાલો ને આપણે  બધા ક્યાંક ફરી આવીએ. મનન ની સ્કુલ શુરુ થાશે પછી નહિ જઈ  શકીએ. કશ્યપ નાં મમ્મી એ માનસી સામે જોયું માનસી પણ ચાર વર્ષ થી ક્યાય નીકળી ન હતી. તેણે  હકારમાં માથું હલાવ્યું. ને તૈયારી કરીને બધા ફરવા નીકળી પડ્યા. મસ્તી તોફાન અને હસવામાં આઠ દિવસ ક્યા નીકળી ગયા ખબર જ નાં પડી. બધા ઘરે પાછા  આવતા હતા.રસ્તામાં માન્સી એ વિચાર્યુ કે હવે કશ્યપને સમર્પણ કરી દઈશ, કશ્ય્પ સાચ્ચે જ બહુ સારો વ્યકતિ હતો. ત્યાં અચાનક  કાર ને અકસ્માત નડ્યો ને કશ્યપ અને એના મમ્મી મૃત્યુ પામ્યા. માનસી ને સમજાતું ન હતું કે નસીબ એની સાથે શું રમત રમે છે.  
  બે દિવસ પછી બેંક માં થી ફોન આવ્યો કે " મેડમ, કશ્યપભાઈ નનું ડેથ સર્ટીફીકેટ જમા કરાવી જાજો. મન ન હતું પણ માનસી ને જવું પડ્યું. ત્યાં જઈને એણે  બધા પેપર આપ્યા. અને બેંક નાં મેનેજરે એમને એક નાની ફાઈલ આપી જેમાં પાસબુક હતી ચેકબુક હતી જેના પર માનસી નું નામ હતું  માનસી એ પાસબુક ખોલીને જોયું તો એમાં ૯૯ લાખ રૂપિયા હતા અને બીજા બે કરોડ નાં સર્ટીફીકેટ હતા. મેનેજરે કહ્યું "તમે ફરવા ગયા એની પહેલા જ સાહેબ બધા માં તમારું નામ ઉમેરી ગયા હતા. "
માનસી ને યાદ આવ્યું કશ્યપે બહુ બધા પેપર માં સાઇન કરાવી હતી અને માનસી એ પૂછ્યા વગર બધા માં સાઇન કરી નાખી હતી.  
  માનસી નું મગજ કામ નહોતું કરતુ કે થોડા દિવસ પહેલા એની પાસે એક એક  રૂપિયા નાં વાંધા હતા અને આજે તે ત્રણ કરોડ ની માલકિન હતી..  કશ્યપ સાથે આ કેવી લેણા દેણી હતી , કશ્યપ અને એના મમ્મી ફક્ત દેવા માટે જ આવ્યા હતા. અને માનસી ને બધુ આપીને ચાલ્યા ગયા હતા.
રાજેશ, કશ્યપ અને એના સાસુ નાં ફોટા સામે જોઇને માનસી એ કહ્યું  કે તમારા ત્રણે માંથી કોઈ એકે તો જીવતું રહેવું હતું મને સંભાળવા ..હું પણ આ જન્મમાં કોઇક ની લેણા દેણી નો કર્જો તો ચુકવી શકત 

लेन देन
(हिन्दी रूपान्तरण)

 राजेश को कोमा में गए ४ साल का वक्त होने को आया था. ये चार साल में मानसी ने बस एक ही काम किया था वो था राजेश को संभालना और बहुत अच्छे से उसकी देखभाल करना |घर के बहार की दुनिया को मानसी जैसे भूल ही चुकी थी |मानसी खुद के लिए सिर्फ दो वक्त का खाना ....खाने के लिए वक़्त निकालती थी बाकी का सारा वक़्त वो राजेश की देखभाल में निकाल दिया करती थी 
उसे वक़्त पर इंजेक्शन और दवा देना...खाना तो वो खा नहीं सकता था पर वक़्त- वक़्त पर कोई ना कोई liquid (तरल प्रदार्थ )  देना और उसे शौच का ध्यान रखना ताकि उसे किसी भी तरह इन्फेक्शन ना हो |कोमा में पड़े मरीज को बेड-सौल्स(लेटे रहने से पड़ने वाले जख्म) बहुत जल्दी पड़ते हैं, इस बात का ध्यान रख कर कुछ घंटों के बाद उसकी साइड को बदलते रहना ......बस पूरा दिन उसका राजेश के इर्द-गिर्द ही बीत जाता था |बस राजेश को कोई तकलीफ ना हो ये ही सोचते सोचते उसकी जिंदगी निकल रही थी |

शादी को बारह साल हो गए और राजेश को कोमा में गए हुए चार साल |

 आज भी वो राजेश के पास बैठे हुए उसे निहार रही थी ,राजेश की आवाज सुने चार साल हो गए थे . मानसी को वो दिन याद आ रहे थे जब वो दोनों शादी करके घर आये थे। रात को सुहागरात के लिए राजेश ने एक फाइव स्टार होटल में कमरा बुक करवाया था. सारे मेहमान अभी घर पर ही थे और वो सबके बीच घिरी हुई बैठी थी |

तभी मानसी की बड़ी ननद ने (राजेश की बड़ी बहन) ने आ कर मानसी से पूछा " भाभी आप कुछ लेंगी  ?" 
शादी की इतनी थकान थी कि मानसी सोच ही रही थी की कहीं से एक कप कॉफी मिल जाए, पर शर्म से वो अपनी ननद को कुछ कह नहीं पाई | राजेश दूर बैठ के मानसी को ही देख रहा था, तभी मानसी और राजेश की नज़रे मिली , राजेश ने इशारे से कहा भी कि पी लो पर मानसी ने झिझक के मारे मना कर दिया |

ननद चली गई , दस मिनट  ही बीते थे कि राजेश रसोई घर की तरफ बढ़ा चला।  सब उसे ही देखने लगे कि दूल्हे को रसोई घर में क्या काम आन पडा।  राजेश की बहन भी रसोई घर में थी  वो भी पूछने लगी" भैया! कोई  काम था, तो मुझे कहा होता."

राजेश ने जवाब दिया " ऐसा कुछ नहीं है, बस एक कप कॉफी पीने की इच्छा हुई तो मैंने सोचा तुम्हें बहुत काम होगा इस लिए मैं ही बना लूँ ''
राजेश की बहन हँसती हुई रसोई घर से बहार निकल गई।  मानसी के पास से गुजरते हुए उसने मानसी से कहा कि भाभी अभी आपके लिए कॉफी आ रही है |'' कॉफी का नाम सुनते ही मानसी का चेहरा खिल उठा |राजेश इतने लोगों के बीच उसे कॉफी कैसे देगा, इसी बात को मानसी सोच रही थी |
तभी राजेश सबके बीच आया और कॉफी  का एक कप उसने मानसी को थमा दिया और बोला. " आदत नहीं है न तो थोड़ी ज्यादा बन गई अब तुम ही ले लो। घर में बैठे सारे मेहमान हँसने लगे और मानसी ने शर्माते हुए कॉफी का कप राजेश से पकड़ लिया |
    
 ऐसी ही पता नहीं कितनी छोटी-छोटी बातों में राजेश मानसी का ध्यान रखता आया था  कि मानसी को कोई तकलीफ ना हो, पर अब इन चार सालों में मानसी हजारों बार रोई होगी पर राजेश पर उसके रोने का भी कोई असर नहीं हुआ था वो ऐसे ही कोमा में पड़ा हुआ था |
एक दिन ऑफिस से घर आते वक्त राजेश का अकस्मात एक्सिडेंट हुआ था, चोट सर पर लगी थी तभी से वो कोमा में चला गया था .....पता नहीं कितने ही डॉक्टर को दिखाया पर सबका एक ही जवाब होता था कि ''अब राजेश कभी ठीक नहीं हो सकता, वो अब कभी कोमा से बाहर नहीं आएगा '' पर मानसी का दिल ये मानने  को तैयार ही नहीं था कि राजेश अब कभी होश में नहीं आएगा, वो कभी भी अब अपनी पहले जैसी नॉर्मल जिंदगी को जी पाएगा |अब तो उसके इलाज़ के लिए पैसों की कमी आने लगी थी | बैंक में जमा की गयी उसी पूंजी और उसके गहने भी राजेश के इलाज़ की भेंट चढ़ चुके थे |

कल मानसी ने डॉक्टर को घर बुलाया था पर उसे फ़ीस देने के लिए पैसे नहीं थे, उसने कितने लोगों  को फोन किया पर कोई भी उधार देने को तैयार नहीं था. सब का ये ही कहना था कि अब राजेश तो कभी ठीक होगा नहीं तो उनका उधार कौन वापिस करेगा ? 
उन सबकी बात भी सही थी ......उसे पास तो अब उसके अपने गहने भी नहीं बचे थे |

 पैसे इकट्ठे ना होने के कारण राजेश का इलाज़ रुक गया तो मानसी राजेश का हाथ पकड़ कर रो पड़ी।  और बोली राजेश अब तो उठ जाओ, देखो मुझे तुम कितना संभालते थे , मेरा चहेरा तक पढ़ लेते थे और आज ये दिन है की मुझे घर घर पैसे मांगने जाना पड़ता है " 
और उसी रात राजेश का देहांत हो गया।  
वो सच में इस दुनिया से उठ गया |मानसी को लगा जैसे राजेश ने उसकी तकलीफ सुन ली थी इस लिए उसने मानसी को सारी तकलीफ़ों से मुक्ति दे दी थी | मानसी सोच रही थी की अब आगे की जिंदगी कैसे चलेगी |  राजेश की मौत पर अफ़सोस करने वालों  का तांता  लगा था, पर ये सब लोग तब कहाँ थे जब राजेश कोमा में था . सब अपनी अपनी सलाह दे रहे थे।इस वक़्त हर कोई मानसी का हमदर्द बनने की होड़ में लगा था |

१३ दिन के  बाद लोगों  का आना कम हो गया। १६वें  दिन मानसी की पड़ोसन आई, जो जात से मराठी थी और मानसी पंजाबी परिवार से ताल्लुक रखती थी । उन्होनें  मानसी के पास में बैठते हुए अपनी बात को उसके सामने रखा ओर कहा " बेटा मैं यहाँ अफ़सोस करने नहीं आई हूँ क्यों कि मैंने तुम्हें राजेश के साथ उसकी बीमारी में चार साल तक पल-पल मरते देखा है |उसे भी पता चल रहा होगा की तुम्हे कितनी तकलीफ हो रही थी इसी लिए उसने अपनी ओर से मुक्ति दे दी है,अब वो तो चला गया |पर तुम्हें तो अपनी जिंदगी जीनी है ना ।  तो आने वाली जिंदगी के बारे में तुम्हें सोचना तो पड़ेगा ही |
 मैं अपनी बात कहने के लिए किसी तरह की कोई भूमिका नहीं बांध रही हूँ पर आज मैं यहाँ  एक बात कहने आई हूँ |  मेरा एक बेटा है जिसे तुम भी पहचानती हो।  और उसकी उम्र अब ५० के करीब है, पर उसकी शादी नहीं हुई।  मैं आज जिंदा हूँ, कल नहीं ...तो फिर कल उसे कौन संभालेगा | जरूरत हम दोनों की  है मैं चाहती हूँ कि तुम दोनों शादी कर लो। तो मेरे बेटे के साथ साथ तुम्हारे बेटे और तुम्हारी जिंदगी भी सवर जाएगी | आराम से सोच के बताना कोई जल्दी नहीं है'' |इतना कह कर वो आंटी चली गयी । 
और उनकी इतनी साफ़, सरल और सच्ची  बात सुन के मानसी हैरान रह गई थी।  

पर वो ये शादी कैसे करे और दुनिया जो बातें करेगी उनको क्या जवाब देगी.........बस इस वक़्त उसके दिमाग में ये ही सोच घूमे जा रहे थे| 
 तभी मानसी का बेटा स्कूल से घर आया और आते ही रोने लगा कि उसे स्कूल की फीस ना भरने की वजह से निकाल दिया है और अब वो तभी स्कूल जा सकता है जब स्कूल वालों को पूरी फीस मिलेगी नहीं तो उसे इस साल परीक्षा में बैठने नहीं देंगे। मानसी ने लगभग सभी रिश्तेदारों के यहाँ कुछ पैसों के लिए फोन कर दिया पर किसी ने उसकी सहायता नहीं |हर किसी ने कोई ना कोई बहाना बना कर उसे पैसे देने से माना कर दिया |

दो दिन बीत गए, पर फीस के लिए पैसों का कोई इंतजाम नहीं हुआ, मानसी को कोई रास्ता दिखाई नहीं दे रहा था. वो सोचती हुई बैठी थी कि क्या अब बेटे की पढ़ाई छूट जाएगी ?  ऐसे जिंदगी कैसे कटेंगी ? तभी वो बाजू वाले आंटी आ गयी |  मानसी को उनको देख कर उनकी कही सारी बातें  याद आ गई |
आंटी ने आते ही पूछा " बेटा आपने कुछ सोचा ? " मानसी ने ना में सर हिलाया।  आंटी ने वापस कहा "दुनिया क्या कहेगी इस बारे में  .... ये सब मत सोचो क्यों कि तुम्हारी तकलीफ में इस दुनिया ने कभी तुम्हारा साथ नहीं दिया और आगे भी  अगर तुम्हारे घर में कुछ परेशानी होगी तो ये लोग ये दुनिया कभी आगे नहीं आएगी " और आंटी की ये बात मानसी के दिल को छू  गई की कितना सच कहा आंटी ने। और मानसी ने अचानक से कहा " ठीक है मैं  तैयार हूँ शादी के लिए "  और आंटी ने प्यार से मानसी के सर पे हाथ फेरा और वहाँ से चली गई . 
थोड़ी देर में आंटी के बेटे कश्यप जी मानसी से मिलने आ गए . बस चुपचाप मानसी के पास आ के खड़े हुए और कहा " मानसी जी !हमारा बेटा मनन कहाँ हैं ?
मनन आया तो कश्यप जी  ने कहा चलो मनन बाहर घूमने चलते है. " मनन ने हजारों सवाल वाली नज़रों से मानसी की ओर देखा तो उसने हाँ में इशारा किया और मनन बहुत खुश होते हुए कश्यप जी के साथ घूमने चला गया | दो घण्टे के बाद वो दोनों वापस आये।  मनन बहुत ही खुश था. उसके हाथ में नया स्कूल बेग,नयी किताबें और ढेर सारे खिलौनें थे।  मनन की आँखें  ख़ुशी से भरी हुई थी।  शायद चार साल बाद मानसी ने मनन को इतना खुश देखा था |मनन की उम्र ही क्या थी अभी तो वो ८ साल का ही तो था. 

मनन  ने मानसी को सब बताया और कहा की मम्मी अंकल ने स्कूल की सारी फ़ीस भी भर दी।  मानसी ने अपना चहेरा ऊपर किया की कश्यप जी का शुक्रिया अदा करे पर कमरे में कोई नहीं था. मानसी को कश्यप जी जैसे एक भगवान का भेजा हुआ दूत ही लगा।  अगले दो दिनों में उन दोनों की शादी हो गई। मानसी हर पल राजेश से माफ़ी मांगती रहीऔर अपने मन ही मन ये कहती रही कि  राजेश मेरे पास इसके अलावा कोई रास्ता ही नहीं था , मुझे माफ़ कर देना |
आज मानसी की दूसरी सुहागरात थी। मनन भी आ कर कह के गया " मम्मी मुझे दादी के साथ ही सोना है ....दादी कितनी अच्छी-अच्छी कहानियाँ सुनाती है'' |

थोड़ी देर बाद कश्यप जी कमरे में आए तो मानसी की दिल की धड़कने तेज हो गई।  कश्यप जे  ने धीरे से मानसी का हाथ पकड़ा और कहा " मानसी मुझे पता है कि अभी तक आप राजेश के खयालो में से बहार नहीं आई हो....जब तक आप मुझे दिल से ....नहीं अपनाती तब तक  आप और मैं अच्छे दोस्त रहेंगे | आप आराम कीजिये.... मुझे....जिस्म की नहीं साथी की जरूरत है।  मानसी का हाथ अचानक से कश्यप जी  के हाथ को छु गया पर मानसी की आँखों में आभार की भावना थी।  कश्यप जी ने  मानसी के सर पे हाथ फेरा और करवट बदल के सो गए|
 मानसी की शादी को ओर दस दिन बीत गए और सब खुश थे। आज भी सब खाना खा रहे थे, तभी कश्यप जी  ने कहा " माँ चलो न हम सब कहीं घूम कर आए |  कुछ दिनों में मनन का स्कूल शुरू हो जाएगा तो फिर हम सब एक साथ नहीं जा पाएंगे ''| 

आंटी ने मानसी की तरफ देखा। मानसी भी चार साल से कहीं नहीं गयी थी तो उसने अपनी मौन स्वीकृति दे दी |दस दिन कैसे बीत गए ये किसी को पता ही नहीं चला |मानसी राजेश को तो एक पल भी नहीं भूल पाई थी पर इन दिनों साथ रहने की वजह से वो दोनों करीब जरूर आ गए थे और मानसी ने सोच लिया था कि घर पहुँचते ही वो  को खुद को समर्पित कर देगी |

घर की ओर वापसी में उनकी कार का बहुत बड़ा एक्सीडेंट हुआ, जिस में  कश्यप जी और उनकी मम्मी की घटनास्थल पर ही मौत हो गयी |मानसी एक बार फिर से अकेली रह गयी |जहाँ से चली थी घूम कर वहीं  आ कर उसकी जिंदगी फिर से रुक गयी |

दो दिन बाद बैंक में से फोन आया कि "मैडम ! आप कश्यप जी का डेथ सर्टिफिकेट दे के जाइए....ताकि हम आगे की कार्यवाही पूरी कर सकें'' | मन नहीं था पर मानसी को कागजी कारवाही के लिए जाना पडा। वहाँ से निकलते वक्त बैंक के मैनेजर ने मानसी को एक पूरी फ़ाइल पकड़ा दी जिसमे चेकबुक पासबुक सब था. उन्होंने कहा " मैडम जब आप सबके घूमने जाने से पहले कश्यपजी यहाँ  आये थे और बैंक एकाउंट में उनके साथ आपका नाम भी लिखवा के गये. इसमें वो सब कागजात है। मानसी को याद आया की कश्यप ने बहुत सारे पेपर में उसकी साइन मांगी थी जो उसने पूछे बिना कर दी थी।   मानसी ने घर आ के देखा तो पासबुक में ९९ लाख रुपए थे और २ करोड़ की ज़मीन के कागज़ जो अब  वो सब में मानसी के नाम था. ..

मानसी सन्न रह गयी...उसके दिमाग ने काम करना बंद कर दिया था | बस वो ये ही सोच रही थी कि ये कश्यप के साथ कैसा लेन-देन था कि उन्होने क्या ये शादी मुझे और मनन की आगे की जिंदगी अच्छे से गुजरे.....मात्र चौबीस दिन का साथ और कश्यप जी उसे करोड़ों की मालकिन बना कर इस दुनिया से रुकसत हो गए थे |
 मानसी ने राजेश के फोटो के साथ साथ कश्यप जी  और आंटी की तस्वीरों को भी हार पहनाया और बोली की कोई तो रह जाता तो  ''काश मैं भी इसी जन्म में इस  लेन-देन के कर्ज़ से मुक्त हो पाती ''|| 

[OQAAAKOTfch0bCTYkEOPlaeJkcWCxkGD2J2YHPDzkBnuM--0yMclXoInE8F6_-msGjYntA4bxS4lfMWFgNuVbE1pWGYAm1T1ULA9Jfrcu98Jy756j9qkRt-PucOS.jpg]
अनुवाद .........अंजु चौधरी अनु 
लेखिका: नीता कोटेचा "नित्या"




अब समय है एक विराम का, मिलती हूँ एक छोटे से विराम के बाद ....

8 comments:

  1. નિત્યાબેન, "સ્વાતંત્ર દિવસ" અને "દિકરા ની ઇચ્છા" બન્ને સરસ લાગી! અદ્ભુત !
    -હરિહર ઝા મેલબોર્ન

    जवाब देंहटाएं
  2. neeta ji ke baare me khopb sun rakha hai . aur short stories me unka koi mukabla nahi . wo ek shaandar writer hai .
    badhayi

    जवाब देंहटाएं
  3. (h) (h) (h) (h) (h)......नीता बहुत खुशी हुई तुम्हें यहाँ परिकल्पना ब्लॉग-उत्सव में देख कर ...यूं ही लिखती रहो

    जवाब देंहटाएं
    उत्तर
    1. ye sab tumhare sath dene ke karan huva anju... tumhara aur Rashmiji ka aabhar jitna maanu utna kam hai.. muje yad kiya aur mera sath diya...

      हटाएं

आपका स्नेह और प्रस्तुतियों पर आपकी समालोचनात्मक टिप्पणियाँ हमें बेहतर कार्य करने की प्रेरणा प्रदान करती हैं.

 
Top